આ સંસ્થા ની સ્થાપના ઇ.સ. 2004 માં કરવામાં આવી. શરુઆત પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવેલી. સંસ્થાની કાર્યશૈલી અને ઉતમ સંચાલનના લીધે રતનપર વિસ્તાર માં પોતાની આગવી પ્રતિભા ટૂંક સમય માં ઉભી કરી.વાલીઓ અને વિદ્યાર્થીઓની ઈચ્છાને ધ્યાને લઇ શ્રી દર્શન વિદ્યાલય દ્વારા 2009 મા માધ્યમિક શિક્ષણ આપવા માટે હાઇસ્કૂલ ની શરૂઆત કરી. SSC ના ઉત્તમોત્તમ પરિણામ દ્વારા વિદ્યાર્થીઓ સારી કારકિર્દી નું નિર્માણ કરતા ગયા અને અમારો ઉત્સાહ અનેક ગણો વધતો ગયો. વર્ષ 2012 થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના શિખરો સર કર્યા. સાયન્સ - કોમર્સ અને આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓ આ સંસ્થા મા અભ્યાસ કરે છે. જિલ્લાની સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની ટોપ ટેન સ્કૂલો માં આગવું સ્થાન ધરાવે છે.